Saturday, June 20, 2026
Homeરાજ્યજામનગરસનાતન ધર્મને ન્યાય આપવા હિન્દુ સેના દ્વારા માંગણી - VIDEO

સનાતન ધર્મને ન્યાય આપવા હિન્દુ સેના દ્વારા માંગણી – VIDEO

હિન્દુ તહેવારોમાં દેવી-દેવતાના શક્તિરૂપ તલવાર પર પ્રતિબંધ અને મુસ્લિમ તહેવારોમાં છરી-ચાકાની છૂટ : હિન્દુ સેના

જામનગરમાં હિન્દુ તહેવારોમાં દેવી-દેવતાના શક્તિરૂપ તલવાર ઉપર પ્રતિબંધ અને મુસ્લિમ તહેવારોમાં છરી-ચાકાની છૂટ હોય તો સનાતન ધર્મને ન્યાય આપવાની માંગણી સાથે હિન્દુ સેના દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગરમાં હિન્દુ તહેવારોમાં દેવી-દેવતાના શક્તિના પ્રતિકરૂપી તલવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઘણાં સમય પૂર્વે છરી, ચાકા, ભાલા, ત્રિશૂળ જેવા શસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયા બાદ એક વર્ષથી હિન્દુ શાસ્ત્રનું પ્રતિક એવી તલવાર ઉપર પણ પ્રતિબંધ મૂકી હિન્દુઓના ધાર્મિક તહેવાર અને હિન્દુઓની આસ્થા ઉપર વજ્રઘાત થયો છે. હાલમાં મુસ્લિમોનો તહેવાર ચાલતો હોય જેમાં ધાર્મિક આસ્થાને લઇ છરી, ચાકાઓ રાખવાની અને જાહેરમાં ફરવાની મોહર્રમના દસ દિવસ પહેલાંથી જ છૂટ મળતી હોય સનાતન ધર્મમાં હિન્દુઓને આસ્થાને ચોટ લાગે છે. આથી કાયદાને સર્વોપરી ગણી તમામ સંપ્રદાયો માટે એકજ કાયદો બનાવવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular