ધ્રોલ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતાં લાપત્તા યુવતીની શોધખોળ આરંભી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી યુવતી કોઇ સાથે નાસી ગઇ હોવાની શંકાના આધારે શોધખોળ આરંભી હતી. લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામમાં રહેતી યુવતી ઘરેથી લાપત્તા થઇ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના કુનડ ગામના વતની અને હાલ ધ્રોલમાં ખારવા રોડ ઉપર વૈભવ રેસિડેન્સીમાં રહેતાં દિલીપભાઇ ખાવડા નામના વેપારીની પુત્રી જાહ્નવીબેન દિલીપભાઇ ખાવડા (ઉ.વ.20) નામની યુવતી ગત્ તા. 31ના રોજ બપોરના સમયે તેના ઘરેથી ચાલી જતાં લાપત્તા થયેલી યુવતીની આડોશપાડોશ અને સગાસંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી દિલીપભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફે યુવતીની શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ મૂળ ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના આઇપુર ગામના વતની અને હાલ જામનગરના ગુલાબનગરના રામવાડી, શેરી નંબર ચારમાં રહેતાં વિજયભાઇ કશ્યપની પુત્રી મુસ્કાન કશ્યપ (ઉ.વ. 18) નામની યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતાં હિન્દી વાંચતા-લખતા આવડતી મુસ્કાન કોઇ સાથે ચાલી ગઇ હોવાની શંકાના આધારે અનિતાબેન દ્વારા પોલીસમાં જાણ કરાતા એએસાઇ એ. એમ. પરમાર તથા સ્ટાફે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્રીજો બનાવ લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામમાં પંચાયતની બાજુમાં રહેતા ગીતાબેન વિજયભાઇ રાઠોડ નામના મજૂરી કરતાં પ્રૌઢાની પુત્રી કિંજલબેન વિજય રાઠોડ (ઉ.વ.23) નામની યુવતી ગઇ તા. 02ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી જતી રહેતાં એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફ દ્વારા લાપત્તા થયેલી કિંજલબેનની શોધખોળ આરંભી હતી.


