Tuesday, June 2, 2026
Homeરાજ્યગુજરાતમધ્યરાત્રિએ મેઘરાજાએ તોફાની બેટિંગ: રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે...

મધ્યરાત્રિએ મેઘરાજાએ તોફાની બેટિંગ: રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રી-મોનસૂન વરસાદ નોંધાયો છે રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ વરસાદનું આગમન સમગ્ર રાજ્યમાં મધ્યરાત્રિએ અચાનક ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી સમગ્ર રાજ્યમાં મધ્યરાત્રિએ અચાનક ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં રાત્રિના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પાટણ, તાપી, આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, અરવલ્લીના માલપુરમાં કરા પડ્યાં આજે દ્વારકા, જામનગર, પોરબંદરને બાદ કરતાં રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ મુજબ વરસાદ આવ્યો હતો

- Advertisement -

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. સોમવારે (પહેલી જૂન) દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ધંધુકા- 3.74 ઈંચ, ઉમરપાડા- 2.76 ઈંચ,ખેડા- 1.73 ઈંચ,માતર- 1.57 ઈંચ,લખતર – 1.57 ઈંચ,નડિયાદ- 1.46 ઈંચ આ ઉપરાંત વલોડ, હસોટ, વાંસદા, ભરૂચ, માણસા, દસાડા અને વ્યારા જેવા અનેક તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠ, મહુધા અને તલોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જયારે ગાંધીનગર: 0.59 ઈંચ,વલસાડ: 0.51 ઈંચ,વડોદરા: 0.31 ઈંચ,સુરત સિટી: 0.28 ઈંચ અને અમદાવાદ સિટી: 0.20 ઈંચ નોંધાયો છે

- Advertisement -

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કુદરતનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે. ખેડા જિલ્લામાં રાત્રે મૂશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં નડીયાદ સહિત તમામ 11 તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ રાત્રે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ગોધરા અને આસપાસના વિસ્તારોને ધમરોળ્યા હતા. છોટાઉદેપુરમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો, જેમાં જેતપુર પાવી વિસ્તારમાં ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી અને લોકોએ અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, તાપી અને વલસાડ જિલ્લામાં પણ મધરાતે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. બીજી તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાં પણ રાત્રે તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જ્યારે ધનસુરામાં ભારે પવનના કારણે હાઈવે પર વિશાળ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં બદલાયેલા હવામાનની સૌથી મોટી અને માઠી અસર હવે જગતના તાત પર જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કલાકોમાં આવી જ તોફાની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેવાની આશંકા વ્યક્ત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular