Monday, June 1, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે બાઇક સ્લીપ થવાથી ચાલકનું મોત

ખંભાળિયા પાસે બાઇક સ્લીપ થવાથી ચાલકનું મોત

ખંભાળિયા તાલુકાનો યુવાન ફોટ ગામે જતો હતો ત્યારે રસ્તામાં તેનું મોટર સાયકલ સ્લીપ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ફોટ ગામે રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ જોશી (ઉ.વ. 47) નામના યુવાન પોતાના મોટરસાયકલ પર લાલપરડા ગામથી જૂની ફોટ ગામે થઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રક્ષાબેન હસમુખભાઈ જોશીએ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular