Friday, May 29, 2026
Homeરાજ્યહાલારખાયડી અને ધુન ધોરાજી પવનચકકીમાંથી વાયરની ચોરી

ખાયડી અને ધુન ધોરાજી પવનચકકીમાંથી વાયરની ચોરી

લાલપુર તાલુકાના ખાયડી ગામના સીમ વિસ્તારમાં આવેલા જુદા જુદા ચાર પવનચકકી લોકેશનમાંથી અજાણ્યા તસ્કરો 92 મીટર કોપર કેબલ વાયર ચોરી કરી ગયા હતા. કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં દરગાહ નજીક આવેલા ત્રણ પવનચકકી લોકેશનમાંથી 54 મીટર અર્થિંગનો કોપર વાયર ચોરી કરી ગયાના બે બનાવોમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ ચોરીના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ખાયડી ગામની સીમમાં આવેલ વિન્ડ વર્ડ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પવનચકકીના જુદા જુદા ચાર લોકેશનમાંથી અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ટ્રાન્સફોર્મર ઉપરથી અંદર જતો અર્થિંગનો કોપર કેબલ વાયર 92 મીટર રૂા. 55,200ની કિંમતનો મુદામાલ ગત્ તા. 28ના રાત્રિના સમયે ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગે સિકયોરિટી એજન્સીના ઇન્ચાર્જ કરશનભાઇ પાથર દ્વારા જાણ કરાતા હે.કો. ડી. કે. બેરા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી. બીજો બનાવ કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામની સીમમાં આવેલા વિન્ડ વર્ડ ક્લિન એનર્જી ફોરવેર પ્રા. લિ. નામની કંપનીના લોકેશન નંબર 112, 113 તથા 114 નંબરની પવન ચકકીના ટ્રાન્સફોર્મરમાંથી બહારના ભાગેથી તળિયા તરફ જતો રૂા. 32,400ની કિંમતનો લીલા કલરના કવરવાળો 150 એમએમ કોપર અર્થિંગ વાયરના 54 મીટર કેબલ અજાણ્યા તસ્કરો ગત્ તા. 14 થી 16 સુધીના દિવસ દરમ્યાન ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગે સિક્યોરિટી જયેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધાવાતા એએસઆઇ પી. એસ. ઠાકુર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular