Thursday, May 28, 2026
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસે ધોળે દિવસે સગીરને માર મારી લૂંટ

મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસે ધોળે દિવસે સગીરને માર મારી લૂંટ

બે દિવસ પહેલાં બપોરના બાર વાગ્યે લૂંટ : ધમધમતા એરિયામાં લૂંટના બનાવની ફફડાટ : ત્રણ શખ્સોએ ફડાકા ઝિંકી ઘડિયાળ લૂંટી લીધી : પોલીસ દ્વારા શોધખોળ

જામનગર શહેરમાં મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસે ભરબપોરે સગીરને આંતરીને ફડાકા ઝિંકી બળજબરીપૂર્વક ત્રણ શખ્સોએ ઘડિયાળ લૂંટી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી, સનસાઇન સ્કૂલ પાસે રહેતો પૃથ્વીરાજ સુરેશભાઇ લાલવાણી (ઉ.વ.17) નામનો સગીર તેના મિત્ર અપૂર્વ વાળા સાથે ગત્ તા. 26ના રોજ બપોરના સમયે 12 વાગ્યાના અરસામાં લાલબંગલાથી જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ તરફ તેના સ્કૂટર પર જતા હતા ત્યારે સ્પોર્ટસ સંકુલ પાસે પહોંચ્યા તે સમયે જીજે10 ઇજી 9653 નંબરના મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પૃથ્વીરાજના સ્કૂટરની ડેકી તપાસતા તેમાંથી કંઇ ન મળી આવતા બે ફડાકા ઝિંકી, “તારી ઘડીયાળ આપી દે. નહીંતર વધુ માર મારીશું.” તેમ કહ ધમકાવ્યો હતો. ત્યારબાદ ભયભીત થયેલા પૃથ્વીરાજે તેની પાસે રહેલી રૂા. 1 હજારન કિંમતની ઘડિયાળ ત્રણેય શખ્સોએ લૂંટી લઇ નાશી ગયા હતા. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ વી. આર. જોરિયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular