Monday, May 25, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલા સહિતના બે વ્યક્તિઓ ઉપર ચાર શખ્સોનો હુમલો

જામનગરમાં મહિલા સહિતના બે વ્યક્તિઓ ઉપર ચાર શખ્સોનો હુમલો

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે મદદ કરવા આવ્યાનો ખાર રાખી તેના ભાઇ અને બે મહિલા સહિતના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે આવેલા રબારીવાસમાં રહેતાં લક્ષ્મીબેન પબાભા લુણા (ઉ.વ.42) નામના મહિલાના ઘરે મદદ કરવા આવ્યાનો ખાર રાખી ગત્ તા. 22ના રોજ બપોરના સમયે તેના ભાઇને આ બાબત પસંદ ન હોય જે બાબતનો ખાર રાખી વિક્રમ પબા લુણા, વિજય ભારા લુણા, લીલાબેન આલા લુણા, ભાવુબેન નિકલ લુણા નામના ચાર શખ્સોએ એકસંપ કરી, ‘તારે અહીં આવવાની કોઇ જરૂર નથી.’ તેમ કહી લાકડાના ધોકા વડે હુમલો કરતાં લક્ષ્મીબેન વચ્ચે પડયા હતા. તેથી તેના ઉપર ઢીકાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો કાઢી, ‘આજ પછી જો આ છોકરો અહીં તારા ઘરે આવશે તો હું તને જીવતી નહીં મૂકું.’ તેવી ધમકી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular