જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાલ વેકેશનનો માહોલ છે ત્યારે વેકેશનમાં ફરવા જવા માટે જામનગર નજીક આવેલી બેડી બંદર પીકનીક સ્પોર્ટસ બની ગયું છે એક તરફ વેકેશન અને બીજી તરફ રવિવાર હોવાથી બેડી બંદર પર માનવ મહેરામણ ઉમટયું હતું.
હાલ વેકેશનનો માહોલ જામનગર શહેરમાં છવાયો છે. રવિવારની સાંજ પડતા જ લોકો પરિવાર અને મિત્રો સાથે ફરવા, ખાવા-પીવાની મજા માણવા શહેરની અલગ અલગ જગ્યાઓએ ઉમટી પડે છે. એવામાં જામનગરનું બેડી બંદર જેટી વિસ્તાર હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રવિવારની સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે પહોંચીને દરિયાકાંઠે બેસી આથમતા સૂર્યદેવના અદભુત નજારાનો આનંદ માણતા જોવા મળે છે. ઠંડા પવનની લહેરો, દરિયાના મોજાંનો મધુર અવાજ અને શાંતિભર્યું વાતાવરણ લોકોને એક અલગ જ આનંદ અને સકારાત્મક અનુભવ કરાવે છે. બાળકો થી લઈને વડીલો સુધી દરેક માટે બેડી બંદર હવે મીની ચોપાટી જેવી ઓળખ બનાવી રહ્યું છે. વેકેશનની મજા માણવા અને રોજિંદી ભાગદોડમાંથી થોડો સમય શાંતિમાં પસાર કરવા જામનગરવાસીઓ માટે બેડી બંદર હવે મનપસંદ સ્થળ બની ગયું છે.
View this post on Instagram


