Friday, May 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરના બે શખ્સોની પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ

જામનગરના બે શખ્સોની પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેંચાણના ગુના અવારનવાર આચરતાં બે શખ્સો વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ કરેલી દરખાસ્ત મંજૂર કરાતા બે શખ્સોની ધરપકડ કરી અમદાવાદ અને ભૂજની મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેેસર વેચાણ સંબંધે અવારનવાર ગુનાઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી અંતર્ગત રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ એસઓજી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. જેર, એ.વી.ખેર તથા સ્ટાફ દ્વારા શાહરૂખ ઉર્ફે ભુુરો સફી હાસમાણી મેમણ (રઝવી સોસાયટી, ધ્રોલ), જેમ્સ જેકબ ક્રિશ્ચિયન (રહે. મચ્છરનગર, હાઉસિંગ બોર્ડ, બ્લોક નંબર 13) નામના બે શખ્સો વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળની દરખાસ્ત ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ પોલીસ મહાનિર્દેશક દ્વારા મંજૂર કરાતા એસઓજીની ટીમએ આ બન્ને શખ્સોની ધરપકડ કરી એકને અમદાવાદ અને બીજાને ભૂજ મધ્યસ્થ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular