ઓનલાઇન દવાઓના વેચાણ, કોર્પોરેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ગિફ્ટ ડિસ્કાઉન્ટ સહિતન મુદ્દે આવતીકાલે કેમિસ્ટ વેપારીઓ દ્વારા બંધનું એલાન અપાયું છે. જેમાં જામનગરના વેપારીઓ પણ જોડાનાર છે.
દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઇ રહે તે હેતુસર 20 મેના સમગ્ર ભારતના કેમિસ્ટો દ્વારા બંધનું એલાન કરાયું છે. જેમાં જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પણ જોડાશે. જીએસઆર 817 (ઇ) દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણના કારણે નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચાઇ રહી છે. જેના કારણે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાવાનો ભય, દર્દીઓને ખોટી, સમય મર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા, સ્થાનિક લાયસન્સધારક કેમિસ્ટ પર અસમાન સ્પર્ધા સહિતના મુદ્દાઓના કારણે જીએસઆર 817 (ઇ) પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ, કોર્પોરેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડીપ ડિસ્કાઉન્ટને કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોરવાય છે. સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે શંકા સહિતના મુદ્દાઓને લઇ આ હડતાળનું એલાન કરાયું છે તેમ જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશના પ્રમુખ હિરેન સાંગાણી અને વિપુલ પટેલની યાદી જણાવે છે.
View this post on Instagram
જામનગરમાં ઇમરજન્સી દવા માટે વ્યવસ્થા
જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પણ આ હડતાળમાં જોડાશે. આ સાથે દર્દીઓના હિત માટે ઇમરજન્સી દવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સોહમ મેડીકલ (સમર્પણ હોસ્પિટલ), ઓશવાળ હોસ્પિટલ ફાર્મસી (દિગ્વિજય પ્લોટ), રીયા મેડિસીન (જેસીસી હોસ્પિટલ-જોલી બંગલો), યુનિક મેડિકલ (યુનિક હોસ્પિટલ, એસટી બસ સ્ટેન્ડ સામે), રીમ મેડીકલ (રીમ હોસ્પીટલ, વાલકેશ્વરી નગરી), ડીવાઇન ફાર્મસી (ગુલાબનગર), જનતા મેડીકલ સ્ટોર્સ (જી. જી. હોસ્પિટલ), શાલીગ્રામ મેડીકલ (શાલીગ્રામ હોસ્પિટલ, ગ્રીનસિટીા તથા આઇસીયુ યુનિટ મેડિકલ અને તાલુકા લેવલે એક મેડીકલ કાર્યરત રહેશે. તેમજ તા. 20ના સંસ્થાનો કન્ટ્રોલ રૂમ બી. કે. સેલ્સ, મિનલ શોપિંગ સેન્ટર, સુમેર કલબ રોડ, જામનગર ખાતે કાર્યરત રહેશે.


