Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારક્રેઇનનું હૂક માથે પડતાં પરપ્રાંતિય યુવાનનું મોત

ક્રેઇનનું હૂક માથે પડતાં પરપ્રાંતિય યુવાનનું મોત

જામનગર જિલ્લાના કાનાછીકારી ગામની સીમમાં બેફિકરાઇથી આવી રહેલી ક્રેઇનનું હૂક નીચે પડતાં યુવાનને માથમાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર નજીક કાનાછીકારી ગામની સીમમાં આવેલા બેટરી પ્લાન્સ સેલ-2, સેકશન-1માં ગત્ તા. 10ના રોજ સવારના સમયે એમએચ43 સીએમ 9115 નંબરની ક્રેઇનના ચાલકે તેની ક્રેઇન બેફિકરાઇપૂર્વક ચલાવતા ક્રેઇનનું બુમ ઉપર તરફ કાઢતા હૂક નીચે પડતાં અશોકકુમાર અમોલાકસિંહ નામનો યુવાન મેઇન લીફટ (બુમલીફટ) ચલાવતો હતો, ત્યારે મેઇન લીફટ ઉપર હુક પડતા યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ અશોકકુમારને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ સુમિતકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદહેનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી ક્રેઇનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular