Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારદ્વારકાની બંધ હોટલમાંથી ચાર લાખના સામાનની ચોરી

દ્વારકાની બંધ હોટલમાંથી ચાર લાખના સામાનની ચોરી

રૂપેણ બંદર નજીક આવેલી હોટલમાં તસ્કરો ત્રાટકયા : એક વર્ષથી હોટલ સીલ કરાઇ હતી : વાયર, પંખા, ટીવી, એસી, કોમ્પ્યુટરની ચોરી

દ્વારકા – મીઠાપુર માર્ગ પર દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર રૂપેણ બંદર નજીક આવેલી અને રાજકોટના રહીશ હુસેનભાઈ ભારમલની માલિકીની સ્કાય કમ્ફર્ટ હોટલ કે જેને દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા બંધ કરાવી હોય અને છેલ્લા એકાદ વર્ષથી આ હોટલમાં સીલ મારી દેવામાં આવ્યું છે. આ હોટલમાં થોડા દિવસો પૂર્વે કોઈ તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને હોટેલમાં જવાનો પાછળનો મેઈન દરવાજો તેમજ અંદર જવાનો બીજો રસ્તો તોડી અને હોટેલની કાચની બારીઓ વગેરે મારફતે તસ્કરો પ્રવેશ્યા આવવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

અહીં ત્રાટકેલા તસ્કરોએ હોટલના જુદા જુદા ભાગોમાંથી વાયરીંગમાં વપરાતા અલગ અલગ એંગલના આશરે રૂ. ત્રણ લાખની કિંમતના વાયર, ત્રણ નંગ સીલીંગ ફેન, ચાર નંગ ટીવી, એક નંગ એ.સી., રૂ. 10,000ની કિંમતની કોમ્પ્યુટર એસેસરીઝ વગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં કુલ રૂપિયા 4,04,500ના મુદ્દામાલની ચોરી થવા સબબ હોટેલના સંચાલક અબ્દુલકાદીર કાસમભાઈ સિદાદ (ઉ.વ. 29, રહે. રાજકોટ)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular