Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરબોલાચાલી બાદ પત્ની જતી રહેતાં પતિની આત્મહત્યા

બોલાચાલી બાદ પત્ની જતી રહેતાં પતિની આત્મહત્યા

જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેના વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાનએ પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ પત્ની ઘરેથી જતી રહેતાં આ બાબતનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવ અંગે જામનગર શહેરના સાંઢિયા પુલ પાસે આવેલા મહાલક્ષ્મી બંગલો-4, મકાન નંબર 52/બીમાં રહેતાં વિજયભાઇ જેરામભાઇ માંડાણી નામના યુવાનને નશો કરવાની કૂટેવ હોય અને પત્ની માનસી સાથે શનિવારે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પત્ની ઘરેથી જતી રહેતા આ બાબતનું મનમાં લાગી આવતાં વિજયએ રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની પરેશભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. એચ. કે. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular