Friday, May 15, 2026
Homeરાજ્યહાલારમોટી ખાવડીમાં ગેસ ટેન્કરો રોકી રૂપિયા પડાવી ધમકી

મોટી ખાવડીમાં ગેસ ટેન્કરો રોકી રૂપિયા પડાવી ધમકી

ગઇકાલે સવારના સમયે 3 શખ્સોએ ટેન્કરચાલકોને આંતરી લીધા : મહત્ત્વના દસ્તાવેજ અને રોકડ પડાવી લીધી : કંપનીના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ : પોલીસ દ્વારા ત્રણ શખ્સોની શોધખોળ

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ગઇકાલે બપોરના સમયે એલપીજી ગેસના ટેન્કરોને આંતરીને ધમકી આપી ગેરકાયદેસર રૂપિયા પડાવી લીધાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ગુરૂવારે સવારના સમયે પસાર થતાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ટેન્કરો ગેસ ભરવા જતાં હતાં ત્યારે કિશોરસિંહ ગગુભા જાડેજા, જુવાનસિંહ મહોબતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જીતુભા જાડેજા નામના ત્રણ શખ્સોએ ગેસ ભરવા જતાં ત્રણ ટેન્કરોેને આંતરી લીધા હતા અને ટેન્કરના ડ્રાઇવર તથા ક્લિનરોને મારી નાખવાની ધમકી આપી મૃત્યુના ભયમાં મૂકી બળજબરીપૂર્વક ડ્રાઇવરો પાસે રહેલી બીલ્ટી, ડીઓ લેટર, સીસીએફ તથા ડ્રાઇવરો પાસે રહેલી રોકડ રકમ રૂા. 2000 ની રોકડ પડાવી લીધી હતી. તેમજ જો આ ગેસ ભરેલા ટેન્કરો મોકલવામાં આવશે તો ટેન્કરો સળગાવી દેવાની અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે ભારત પેટ્રોલિયમના ચીફ મેનેજર કે. સંઘીલકુમાર કૃષ્ણામૂર્તિ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular