Thursday, May 7, 2026
Homeવિડિઓમાળી ગામની ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર ખનિજ ખનન - VIDEO

માળી ગામની ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર ખનિજ ખનન – VIDEO

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજી ટીમનો દરોડો : 24 લાખનો મુદામાલ કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામની ગોચરની જમીનમાં ગેરકાયદેસર ખનિજચોરી કરાતાં સ્થળે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમએ રેઇડ દરમ્યાન રૂા. 24 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ હાલારમાં ગેરકાયદેસર થતી ખનિજચોરી ડામવા માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે અને ખનિજચોરી ડામવા માટે કાર્યવાહી દરમ્યાન રાજકોટ રેન્જ આઇજી ટીમના એએસઆઇ સી. એમ. કાંટેલિયા, સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, મિતેષભાઇ પટેલ, કમલેશભાઇ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલિયા તથા સ્ટાફએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામની સીમમાં આવેલી સરકારી ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર મોરમ-માટી ચોરી કરાતા સ્થળે ખાણખનિજ અધિકારીઓ સાથે રેઇડ કરી હતી.

- Advertisement -

રેઇડ દરમ્યાન પોલીસ અને ખાણખનિજની ટીમએ જીજે37 એસ 0300 નંબરનું જેસીબી, નંબર વગરની ટ્રેકટર ટ્રોલી, સીજે23 સીએફ 6752 નંબરનું ટ્રેકટર તથા જીજે37 જે 2970 નંબરનું ટ્રેકટર અને તેની જીજે37 ટી 6071 નંબરની ટ્રોલી મળી કુલ રૂા. 24 લાખની કિંમતનું એક જેસીબી અને ત્રણ ટ્રેકટર કબ્જે કરી ખોદકામની માપણી કરવાની અને દંડની કાર્યવાહી માટે આવળદાન નાગજી જામ (રહે. કનકપર, તા. કલ્યાણપુર, જિ. દ્વારકા) નામના શખ્સ અને મુદામાલ કલ્યાણપુર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધકરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular