જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે અને મતદાનના એક દિવસ પહેલા તમામ વ્યવસ્થાઓને અંતિમરૂપ આપવામાં આવ્યું છે.
નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શહેરના ચાર સંવેદનશીલ વિસ્તારો અને મતદાન કેન્દ્રોની ખાસ મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 6 માં આવેલ વુલન મિલ કન્યાશાળામાં ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ ત્રણ વખત મુલાકાત લઈને તૈયારીઓની ખાતરી કરી છે. ઉપરાંત કલેક્ટર, એસપી અને એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
View this post on Instagram


