Saturday, April 25, 2026
Homeવિડિઓભાણવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ - VIDEO

ભાણવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ – VIDEO

જિલ્લા-તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મતદાન ટુકડીઓની રવાનગી કરવામાં આવી...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આજે વિવિધ મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ભાણવડ તાલુકામાં ચૂંટણી માટે કુલ 97 મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે કુલ 554 કર્મચારીઓ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તાલુકા મથકેથી કુલ 11 વિવિધ રૂટ પર આ મતદાન ટુકડીઓને સુરક્ષા સાથે રવાના કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમગ્ર ગતિવિધિ પર નજર રાખવા માટે ખાસ સર્વેલન્સ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે.

- Advertisement -

ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. તમામ સ્ટાફ પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચવા રવાના થઈ ગયો છે અને વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular