Saturday, April 25, 2026
Homeરાજ્યગુજરાતસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026 દરમિયાન મતદાન માટે કયા કયા પુરાવાઓ માન્ય??

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026 દરમિયાન મતદાન માટે કયા કયા પુરાવાઓ માન્ય??

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ક૨વાનું રહેશે.

- Advertisement -

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) માં કલેરીકલ ભૂલ અથવા જોડણીની ભૂલ હોય તો મતદારને મત આપવા માટે તે ભૂલ ધ્યાને લેવાની રહેશે નહીં. મતદાર ફોટો ઓળખપત્ર અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર માન્ય રાખવાનું રહેશે.

પરંતુ, જો કોઈ મતદાર આવું ફોટો ઓળખપત્ર (EPIC) કોઈ કારણોસર રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે, રાજ્ય ચૂંટણી આયોગ નીચે મુજબના દસ્તાવેજો પુરાવાઓ માન્ય કરેલ છે.

- Advertisement -

ફોટા સાથેનો પાસપોર્ટ

ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

- Advertisement -

ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ

રાજ્ય સરકાર,કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા શો સાથેના ઓળખકાર્ડ

પબ્લિક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર / માજી સૈનિકની વિધવા / આશ્રિતોના પ્રમાણપત્રો / મોટી ઉમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ.)

કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ

ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઇસ્યુ થયેલ)

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)

નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ

UIDIA દ્વારા આપવામાં આવેલ “આધાર કાર્ડ” માન્ય ગણાશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular