Saturday, April 25, 2026
Homeરાજ્યજામનગરઇવીએમ મશીનો સાથે સ્ટાફ રવાના - VIDEO

ઇવીએમ મશીનો સાથે સ્ટાફ રવાના – VIDEO

392 વાહનો મારફતે મશીનો પહોંચાડાયા, દસ ટકા સ્પેર ઈવીએમ સાથે તંત્ર સજ્જ

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે મતદાન યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે ઈવીએમ મશીનો અને ચૂંટણી સ્ટાફને જુદા-જુદા ડિસ્પેચ સેન્ટરોમાંથી મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ સમગ્ર જિલ્લામાં કુલ 2642 બેલેટ યુનિટ (BU) અને 2137 કંટ્રોલ યુનિટ (CU) ઈવીએમ મશીનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જેમાં બેલેટ યુનિટ એટલે કે એક મશીનમાં 14 ઉમેદવારો સુધી મતદાન થઈ શકે છે, જ્યારે વધુ ઉમેદવારો હોય ત્યાં કંટ્રોલ યુનિટ સાથે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંભાવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આશરે 10 ટકા જેટલી સ્પેર ઈવીએમ મશીનો પણ રાખવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 948 BU અને 464 BU ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તે જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ અલગ-અલગ પ્રમાણમાં ઈવીએમ મશીનો ગોઠવવામાં આવ્યા છે. ઈવીએમ મશીનો અને ચૂંટણી સ્ટાફને સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવા માટે કુલ 392 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર શહેર માટે 120 વાહનો, શિક્કા નગરપાલિકા માટે 6 વાહનો અને જિલ્લા તથા તાલુકા પંચાયત વિસ્તારો માટે 226 વાહનો ફાળવવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular