જામનગરમાં ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ- બહેનો અને મોટી સંખ્યામાં સંગત સાથે જોડાયા હતા.
જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં પ્રતિ વર્ષ વૈશાખી પર્વને હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ 14ના ગુરુદ્વારા ખાતે સવારે 10.30 વાગ્યે સેહજ પાઠ, ત્યાર પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્ય થયા હતા. ત્યારબાદ ગુરુદ્વારા ખાતે ‘ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
View this post on Instagram
આજે 14 એપ્રિલના રોજ વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં (ગેહુની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે. અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય.


