શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549માં પ્રાકટયોત્સવની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોટી હવેલી જામનગરના ગાદી પતિ પૂ.પા.ગો.108 હરીરાયજી મહારાજની આજ્ઞા અને પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અઘ્યક્ષામાં પૂ.ગો.શ્રી રસાર્દ્રરાયજી અને પૂ.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજીના સાનિઘ્યમાં જામનગર વૈષ્ણવ સમાજ વૈશ્ર્વાનર યુવા સંગઠન શ્રીમદ અનિરૂઘ્ધ પુષ્ટીમાર્ગીય મહાવિદ્યાલય, શ્રીમદ અનિરૂઘ્ધ પુષ્ટીમાર્ગીય મહિલા પાઠશાળા આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરીષદ જામનગર શાખા વ્રજવલ્લભ સોશ્યલ ગૃપ તથા જામનગર વૈષ્ણવ મંડાણના સંયુકત ઉપક્રમે બે દિવસ ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં તા. 13ના સવારે મંગળા આરતી, પ્રભાતફેરી તથા રાજભોગ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ સોમવારે સાંજે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જે સોમવારે સાંજે મોટી હવેલીથી પ્રસ્થાન કરી વાણીવાડ, ચાંદીબજા, માંડવી ટાવર, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર, આકાશ ગંગા એપાર્ટમેન્ટ, જલાની ઝાર થઇ મોટી હવેલી ઉત્સવ નાયકના ચિત્રજીના પુજન સાથે વિરામ લીધો હતો. આ શોભાયાત્રામાં પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય, પૂ.ગો. શ્રી રસાર્દ્રરાયજી, પૂ.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજી તેમજ વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram


