ગ્રામ પંચાયતમાં આપેલ અરજીનો ખાર રાખી ફરિયાદી દંપતીને અપશબ્દો બોલી, ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એસઆરપીમાં નોકરી કરતાં શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ કરાઇ છે.
આ બનાવની વિગત મુજબ દડિયા ગામમાં સાંસ્કૃતિક હોલ સામે રહેતાં વાલીબેન અશોકભાઇ ચૌહાણ નામના મહિલાએ પોલીસ ચોપડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ભરત ડનેચાએ તેમના ઘર બહાર આવેલી ટાંકી તોડી પાડેલ હોય જે બાબતે ફરિયાદીના પતિ અશોકભાઇએ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી એસઆરપી ગૃપ ચેલામાં નોકરી કરતાં ભરત ડનેચાએ ફરિયાદી દંપતીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


