Thursday, April 9, 2026
Homeરાજ્યહાલારખેતમજૂર યુવતીને વાડીમાલિક સહિતના બે શખ્સો દ્વારા ધમકી

ખેતમજૂર યુવતીને વાડીમાલિક સહિતના બે શખ્સો દ્વારા ધમકી

બે દિવસ પહેલા બપોરના સમયે યુવતી સ્નાન કરતી હતી : દરમ્યાન વાડીમાલિક આવી સહિતના બે શખ્સો આવી ગયા : યુવતીએ જણાવ્યા વગર આવવાની ના પાડી : ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ આપી ધમકી

જામનગર તાલુકાના બાડા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ખેતરમાં સ્નાન કરતી હતી તે દરમ્યાન બે શખ્સોને જણાવ્યા વગર વાડીએ ન આવવા બાબતનું કહેતાં બન્ને શખ્સોએ યુવતીને પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના બાડા ગામના વાડી વિસ્તારમાં આવેલી અશોકભાઇ કણઝારિયાનું ખેતર વીજુબેન જેશાભાઇ પાંડાવદરા (ઉ.વ.22) નામની યુવતીના પરિવાજનોએ ભાગમાં વાવવા માટે રાખ્યું હતું. દરમ્યાન મંગળવારે બપોરના અરસામાં વીજુબેન વાડીએ સ્નાન કરતા હતા તે દરમ્યાન વાડીમાલિક અશોક જેન્તી કણઝારિયા અને હેમત પટેલ નામના બે શખ્સો અચાનક વાડીએ આવી જતાં યુવતીએ વાડીમાલિકને ખેતરમાં બાથરૂમ ન હોવાથી વાડીમાં જણાવ્યા વગર આવવાની ના પાડતા અશોક અને હેમત બન્ને શખ્સોએ ઉશ્કેરાઇને યુવતીને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ વાડીમાલિક સહિતના બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular