Saturday, April 4, 2026
HomeUncategorizedમજાક મશ્કરીની બાાબતે બે મિત્રોના પરિવાર વચ્ચે મારામારી

મજાક મશ્કરીની બાાબતે બે મિત્રોના પરિવાર વચ્ચે મારામારી

યાદવનગર વિસ્તારમાં ગત્રાત્રિના સામસામા હુમલા : ધોકા અને પાઇપ વડે હુમલા : મહિલા સહિત 6 વ્યક્તિઓ ઘવાયા : પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી

જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર મિત્રોની મશ્કરીમાં નજીવી બાબતે ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા મિત્રોની સામસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં શંકરના મંદિરની બાજુમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતાં કેશુરભાઇ માલદેભાઇ ભાટિયા (ઉ.વ.34) નામનો યુવાન ગત્રાત્રિના સમયે તેના મિત્ર દીપક ધરણાંત વશરા સાથે મજાક મશ્કરી કરતાં હતા. તે દરમ્યાન નજીવી બાબતે બોલાચાલી થતાં દેવાણંદ ધરણાંત વશરા, દીપક ધરણાંત વશરા, વિપુલ દેવાણંદ વશરા, વિજય દેવાણંદ વશરા નામના ચાર શખ્સોએ એકસંપ કરી દેશુર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ અંજુબેન નામના મહિલા ઉપર પણ લોખંડના પાઇપનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. તથા મયૂરભાઇ નામના યુવાનને કપાળમાં પાઇપનો ઘા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષએ મજાક મશ્કરીની બાબતમાં દીપક ધરણાંત વશરા ઉપર કેશુર માલદે ભાટિયા, અંજુબેન કિશોર આંબલિયા, હંસાબેન મોહિત આંબલિયા, મયૂર કરશન ભાટિયા નામના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત વિજયભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. તથા વિપુલભાઇના માથામાં પાઇપ ફટકારી લોહીલુહાણ કરી નાખ્યા હતા. આમ, બન્ને પક્ષ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં મહિલા સહિત 6 વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. સી. જોષી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ કેશુરભાઇની ચાર શખ્સો સામે અને દીપકભાઇની બે મહિલા સહિત ચાર શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular