જામનગર શહેર નજીક આવેલા ક્રિષ્ના પાર્કમાં જમીન લે-વેંચનો વ્યવસાય કરતાં શખ્સ સહિતના બે શખ્સોને એલસીબીની ટીમએ દારૂના જથ્થા અને મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂા. 8,06,120ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ લાલપુર બાયપાસ પાસે આવેલા ક્રિષ્ના પાર્કના ગેટઇની અંદરના રોડ ઉપર એક્સયુવી કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હે.કો. સુમિતભાઇ શિયાર, ક્રિપાલસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
View this post on Instagram
દરમ્યાન એલસીબીની ટીમએ જીજે05 જેઇ 5121 નંબરની એક્સયુવી કારને આંતરીને તલાશી લેતાં કારના ચોરખાનામાંથી પોલીસે રૂા. 3,66,120ની કિંમતની ઇંગ્લીશ દારૂની 408 બોટલ અને રૂા. 40 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા રૂપિયા ચાર લાખની કિંમતની એક્સયુવી કાર સાથે કપિલ કિશનપાલ સાકલા (ઉ.વ.30) (ધંધો જમીન લે-વેંચ, રહે. ભૌડસી ગામ, બાબા મોહલ્લા, તા. સોહના, જિ. ગુડગાવ, હરિયાણા રાજ્ય) અને ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા (ઉ.વ.57, રહે. હરિહર સરાઇ, ગરથોલિયા ગામ, તા. અમેઠી, ઉત્તરપ્રદેશ) નામના બે શખ્સને દબોચી લઇ કુલ રૂા. 8,06,120નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો ગુડગાવ ઇંગ્લીશ-વાઇન શોપ નામની દુકાનેથી ખરીદ કરીને લઇ આવ્યા હતા અને જામનગરના કિશાન ચોકમાં રહેતાં વિશાલ પ્રવીણ માવને આપવા માટે લઇ આવ્યાની કેફિયતના આધારે એલસીબીએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વિશાલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


