Wednesday, March 18, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં બેહ ગામમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં બેહ ગામમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

બે મહિલા સહિત પાંચ જુગારીઓ ઝડપાયા : એક ઓટો રિક્ષા, ચાર મોબાઇલ સહિત રૂા. 1.96 લાખનો મુદ્ામાલ કબ્જે : એક જુગારી પોલીસને હાથતાળી આપી નાઠો : એલસીબીનો સપાટો

ખંભાળિયામાં બે ગામના વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ કરી બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 25,200ની રોકડ તથા ચાર મોબાઇલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમ્યાન એક જુગારી નાશી જતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા જામ નામના ગઢવી શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે કમિશનથી જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને એના બદલે ખંભાળિયાના રહીશ રમેશ નારણ રાઠોડ દ્વારા નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે સાજણ ભારા જામ, હનીફ અબ્બાસ ચમડીયા અને ભીમ હળદર પતાણી તેમજ બે મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 25,200 રોકડા, રૂ. 21,000ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન રૂ. દોઢ લાખની કિંમતનો એક ઓટો રીક્ષા વિગેરે મળી, કુલ રૂપિયા 1,96,200નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ દરોડા દરમ્યાન આરોપી રમેશ નારણ રાઠોડ (રહે. ખંભાળિયા)ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, ડાડુભાઈ જોગલ, દીપકભાઈ રાવલીયા, દિનેશભાઈ માડમ, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ અને મણીબેન જોગલ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular