રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવમાં જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુદા જુદા કેસો દ્વારા રૂા. 98,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવમાં જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને એલસીબી, એસઓજી, ફર્લો સ્કવોડ સહિતના સ્ટાફ દ્વારા ડ્રાઇવ અંતર્ગત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ હેઠળ પોલીસે એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ 01 ડીટેઇન કેસ, કલમ 185 હેઠળ 01 કેસ, હથિયારભંગના જાહેરનામા ભંગ હેઠળ 06 તેમજ કાળા કાચવાળી કારો તથા ફેન્સી નંબરપ્લેટ ધરાવતી કાર અને બાઇક 45 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ કાર્યવાહી હેઠળ કુલ 1325 વાહનો ચેકિંગ કરી રૂા. 98,700નો દંડ અને વીઓસી તથા ઈ-ચલણ 63 પાવતીથી રૂા. 67,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


