મોરબીમાં થયેલ હત્યાની ઘટનામાં આરોપીઓ વિરૂઘ્ધ કડક પગલા લેવાની માંગણી સાથે જામનગરમાં સોની વેપારીઓ દ્વારા સવારે બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. અને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી શહેરમાં જાહેર રસ્તા પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યાને લઇ સોની સમાજમાં રોષની લાગણી છવાઇ છે. ગુજરાત સુર્વણકાળ સુરક્ષા સેતુ દ્વારા જામનગરના ચાંદીબજારની સોની સમાજની દુકાનો બંધ પાળી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવાની માંગણી કરવામાં આવી છે.
View this post on Instagram


