Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવક પર જાહેરમાં હુમલો - VIDEO

જામનગરમાં યુવક પર જાહેરમાં હુમલો – VIDEO

હાઈવે પર મોખાણા પાટિયા પાસેનો વીડિયો વાયરલ, પોલીસ તપાસમાં શરુ

જામનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા પાસે એક યુવકને જાહેરમાં માર મારવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે.

- Advertisement -


મળતી માહિતી મુજબ, ત્રણ શખ્સોએ એક યુવકને રોડ પર રોકી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા, છતાં યુવકને બચાવવા કોઈ આગળ આવ્યું હતું કે નહીં તે સ્પષ્ટ થયું નથી. સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેના કારણે મામલો ઝડપથી ચર્ચામાં આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લાકડાના ધોકા વડે યુવાનને રસ્તા પર પછાડીને એક બાજુ એક ધોકા મારીને માર મારવામાં આવી રહ્યો છે.

હાલ સુધી આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. યુવક અને હુમલાખોરોની ઓળખ અંગે પણ સ્પષ્ટતા થવાની બાકી છે.

પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. શહેરમાં જાહેરમાં આવી રીતે મારામારીની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular