Friday, February 13, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બેશુદ્ધ થઇ જતાં યુવાનનું મોત

જામનગર શહેરમાં બેશુદ્ધ થઇ જતાં યુવાનનું મોત

જામનગર શહેરના વામ્બે આવાસ રોડ પરથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા યુવાનનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં વામ્બે આવાસ રોડ પરથી ગત્ તા. 06ના રોજ રાત્રિના સમયે 40 વર્ષનો અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં હોવાની જાણ થતાં હિતેશગીરી ગોસાઇ દ્વારા અજાણ્યા બેશુદ્ધ પુરૂષને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ વી. એમ. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular