જામનગરસ્થિત દિગ્વિજયસિંહ ન્યુ સરકારી સ્કૂલ ખાતે ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના શિક્ષણ અધિકારી ડો. વિપુલભાઈ મહેતા, શાળાના ભૂતપૂર્વ આચાર્યા કિરણબેન ગોહેલ તથા શાળાના રમેશભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડો. વિપુલભાઈ મહેતાનું દિગ્વિજયસિંહ ન્યુ સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડી.એમ. હદવાણીએ સ્વાગત સન્માન કર્યું હતું
કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી ડો. વિપુલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ શાળામાં મહત્તમ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં, શાળાના શિક્ષક ડો. સંજય કે. પરમાર દ્વારા જિલ્લા કક્ષાના ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ’માં રજૂ કરાયેલ ’છઊઅક કઈંઋઊ ખઅઝઇંજ-જઈઈંઊગઈઊ ખઅઙઙઈંગૠ’ કૃતિની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ઇનોવેશન તરીકે પસંદગી પામી છે. તથા આ ઇનોવેશને ઝોન કક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું. વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી એવા આ ઇનોવેશન બદલ ડો. સંજય પરમારનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ધોરણ 10 અને 12ના દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તેવી કીટ (ટ્રાન્સપરન્ટ પેડ અને પાઉચ) ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


