Thursday, February 5, 2026
Homeરાજ્યગુજરાતવીજ તંત્રને હાલારની 10 નગરપાલિકા પાસેથી 515.32 લાખનું લેણુ

વીજ તંત્રને હાલારની 10 નગરપાલિકા પાસેથી 515.32 લાખનું લેણુ

સૌથી વધુ ખંભાળિયા નગરપાલિકાના રૂા.169.07 લાખ બાકી : જામનગર અને દ્વારકામાં 462 વિજ જોડાણો કટ કરાયા

પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બીલને લઇ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન 1,14,080 વીજ ગ્રાહકોના રૂા.51.58 કરોડ જેટલી રકમ બાકી હોય પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા 462 જેટલા ગ્રાહકોના બાકી લેણા ભરપાઇ ન થતાં વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતાં. હાલારની 10 નગરપાલિકા પાસેથી પણ 277 કનેકશનના 515.32 લાખની રકમ વસુલાત બાકી છે.

- Advertisement -

હાલારની 10 નગરપાલિકા પાસેથી વીજ તંત્રને 515.32 લાખનું લેણું છે સૌથી વધુ ખંભાળિયા નગરપાલિકાના 169.07 બાકી છે ધ્રોલ નગરપાલિકાના રૂા.0.04 લાખ, કાલાવડ નગરપાલિકાના 4.28 લાખ, સિકકા નગરપાલિકાના 91.43 લાખ, સલાયા નગરપાલિકાના 61.83 લાખ, દ્વારકા નગરપાલિકાના 1.57 લાખ, ઓખા નગરપાલિકાના 67.72 લાખ, જામરાવલ નગરપાલિકાના 28.17 લાખ, ભાણવડ નગરપાલિકાના 87.47 લાખ અને જામજોધપુર નગરપાલિકાના 3.74 લાખ ગત તા.31-12-2025ની સ્થિતિએ બાકી છે.

હાલ નાણાકીય વર્ષ 2025-26ના ફેબ્રુઆરી-2026 દરમિયાન વીજ બીલ પેટે કુલ બાકીદારો 114080ની રૂા.51.58 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાની વસુલાત કરવા માટે ખુબ જ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંગે વીજજોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે 120 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડયે ટીસી ઉતારી લેવા માટે બંને જિલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને જે અંતર્ગત ફેબ્રુઆરી-2026 દરમિયાન કુલ 23039 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂા.11.06 કરોડ ભરપાઇ કરી આપ્યા છે તેમજ કુલ 462 જેટલા ગ્રાહકો કે જેના બાકી લહેણાં રૂા.1.12 કરોડ ભરપાઇ ન થતાં તેઓના વીજજોડાણો કાપી નાખવામાં આવ્યા છે અને હજુ બાકી રહેલ 90579 બાકીદારોની લેણી રકમ રૂા.39.40 કરોડની સામે વસુલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ચાલુ માસમાં રકમ ભરપાઇ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે.

- Advertisement -

વીજબિલના નાણાની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઇ થાય તે માટે પીજીવીસીએલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે, બાકી રહેતા વીજ બીલના નાણા તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઇ કરવા અપીલ કરવામાં આવે છે જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જમાંથી મુકત રહી શકાય.

ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગયે કંપની દ્વારા પુરા પાડવામાં આવેલ વિવિધ માઘ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, ઇ.સી.એસ., ડેબીટ કાર્ડ/ક્રકેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM, પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા, કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM, મારફત યુપીઆઇ મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ/ઇ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબઇાટ મારફત, એટીએમ મશીન (HDFC/ICICI/ BOB  ર્બેંકના) RTGS/NEFT દ્વારા થઇ શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular