Tuesday, February 3, 2026
HomeબિઝનેસStock Market Newsટ્રેડ ડિલ ફાઇનલ થતાં ઝૂમી ઉઠયું શેરબજાર

ટ્રેડ ડિલ ફાઇનલ થતાં ઝૂમી ઉઠયું શેરબજાર

સેન્સેકસ નિફટીમાં ઐતિહાસિક ઉછાળો : બજાર ખુલતાં જ નિફટીમાં 1250 અને સેન્સેકસમાં 4200 પોઇન્ટનો જબ્બર ઉછાળો : અપર સર્કિટ લાગતાં-લાગતાં રહી ગઇ : રોકાણકારોની સંપત્તિમાં 23 લાખ કરોડનો વધારો

આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વેપાર કરાર અને ટેરિફ ઘટાડા અંગે થયેલા કરારથી ભારતીય બજાર તેજીમાં હતું. સોમવારના રેકોર્ડબ્રેક વધારા બાદ, મંગળવારે બજાર રેકોર્ડ વધારા સાથે ખુલ્યું. ખુલતા જ સેન્સેક્સ 4,200 પોઈન્ટ ઉછળ્યો, જેનાથી BSEનું માર્કેટ કેપ વધ્યું.

- Advertisement -

સોમવારે બંધ સમયે રૂા. 4,55,03,877.32 કરોડનું માર્કેટ કેપ આજે બંધ સમયે રૂા. 4,78,12,017.96 કરોડ થયું, જેનાથી રોકાણકારોને એક જ સમયે રૂા. 23 લાખ કરોડ મળ્યા. બજારમાં તેજી ચાલુ છે. આ લખાય છે ત્યારે, બજારનો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ 83677 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફટી પણ 2 5 692 પર ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સ 2011 તો નિફટી 604 અપ છે શેરબજારમાં તેજીએ છેલ્લા કેટલાક મહિનાઓનો પડછાયો દૂર કર્યો હોય તેવું લાગે છે. શેરબજારમાં તેજીથી છેલ્લા કેટલાક મહિનાઓની અનિરૂતિતાનો અંત આવે તેવી અપેક્ષા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, ટ્રમ્પના ટેરિફને કારણે બજાર દબાણ હેઠળ હતું.

રિયલ્ટી, ઓટો અને આઈટી શેરમાં મહત્તમ ખરીદી જોવા મળી રહી છે. નિફટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે. આઈટી અને ઓટો ઇન્ડેક્સ 4% વધ્યો છે. નિફટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ 3% વધ્યા છે. નિફટી 50 ના 46 શેર વધ્યા છે અને 4 ઘટ્યા છે. બજેટમાં એસટીટી ટેક્સમાં વધારાની જાહેરાત પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ગઈકાલે 2 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 943 પોઈન્ટના વધારા પછી 81,666 પર બંધ થયો હતો. આજે, ભારત-અમેરિકા વેપાર સોદાની જાહેરાતને કારણે બજારમાં તેજી છે. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં વ્યાપક તેજી જોવા મળી હતી, જેમાં તમામ મુખ્ય ક્ષેત્રીય નિફટી સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. રિયલ એસ્ટેટ શેરો સૌથી વધુ ઉત્સાહી હતા, જેમાં નિફટી રિયલ્ટી ઇન્ડેક્સ 4% થી વધુ વધ્યો હતો અને આ પેકમાં અગ્રણી રહ્યો હતો. ઓટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી અને મેટલ શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી હતી. બેંકિગ શેરોએ પણ બજારને ટેકો આપ્યો હતો. નિફટી પ્રાઇવેટ બેંક લગભગ 3% વધ્યો હતો, અને નિફટી બેંક 2.5% થી વધુ વધ્યો હતો, જે રોકાણકારોમાં જોખમ લેવાના મૂડને દર્શાવે છે.

- Advertisement -

નિફટીની ટોચની ગેઇનર્સ યાદીમાં ફાઇનાન્શિયલ અને અદાણી ગ્રુપના શેરોનું વર્ચસ્વ રહ્યું. અદાણી એન્ટરપ્રાઇઝિસ લગભગ 9 ટકા અને અદાણી પોર્ટ્સ 7 ટકાથી વધુ વધ્યા, તે ટોચના ગેઇનર્સમાં સામેલ હતા. બજાજ ફાઇનાન્સ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો. આઇટી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાંથી, ઇન્ફોસિસ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે પણ બજારની તેજીને ટેકો આપ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular