Saturday, December 21, 2024
Homeરાજ્યનવા નાઘુનામાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢની આત્મહત્યા

નવા નાઘુનામાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢની આત્મહત્યા

25 વર્ષથી માનસિક બીમાર પ્રૌઢે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી : વિભાપરના વૃધ્ધનું બીમારી સબબ મોત

- Advertisement -

ખબર-જામનગર
જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં રહેતાં પ્રૌઢને 25 વર્ષથી થયેલી માનસિક બીમારીના કારણે એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના વિભાપરમાં રહેતાં વૃધ્ધની તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં ચામુંડા માતાજીના મંદિરની સામે રહેતાં ભોજાભાઈ નારણભાઈ પારીયા (ઉ.વ.55) નામના ખેતમજૂરી પ્રૌઢને 25 વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીના કારણે એકલવાયુ જીવન જીવતા હતાં. ઘણાં વર્ષોથી એકલવાયા જીવનથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી.કે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતાં દિલીપભાઈ શાંતિલાલ ગણાત્રા (ઉ.વ.66) નામના નામના વૃધ્ધને ગુરૂવારે સવારે કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular