જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ હરસુખ હરજીભાઈ બાલાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે આરોપી વિરુધ્ધ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો. આ કેસ આગળ ચાલતા આરોપી સતત કોર્ટમાં ગેરહાજર રહેવાથી ઉલટતપાસનો હક બંધ કરવામાં આવેલ હતો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીની ગેરહાજરીમાં 1(એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂા. 50,500 નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી તાત્કાલિક સજા વોરંટ ઇસ્યુ કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.