ભાણવડ તાુલકાના ભોરીયા ગામમાં રહેતી તરૂણીને અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ભોરિયા ગામે રહેતા એક પરિવારની સત્તર વર્ષ, ચાર માસની સગીર પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવા સબબ અજાણ્યા શખ્સ સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.