Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારજમીનના મનદુ:ખનો ખાર રાખી ધારિયા વડે હુમલો

જમીનના મનદુ:ખનો ખાર રાખી ધારિયા વડે હુમલો

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામમાં રહેતાં આધેડને તેના જ ગામમાં રહેતા પરિવાર સાથે જમીન બાબતનું જુનુ મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર ધારિયા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા અશોકગર ખીમગર ગોસ્વામી નામના 50 વર્ષના બાવાજી આધેડ તેમજ આ જ ગામના રહીશ કૈલાસગીરી ગોસ્વામી પરિવાર સાથે અગાઉના જમીન બાબતના જુના મનદુ:ખનો ખાર રાખી, ગઈકાલે બુધવારે ફરિયાદી અશોકગરનો પુત્ર અને સાહેદ નિકુલ મોટરસાયકલમાં અશોકભાઈની પુત્રીને સાથે લઈને વાડીએથી ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન સરકારી શાળા પાસે તેઓને માર્ગ અટકાવી અને આરોપી કૈલાસગીરી ગોસ્વામી સાથે જયસુખ ગોસ્વામી અને હાર્દિક ગોસ્વામી નામના ત્રણેય શખ્સોએ ધારિયા વડે હુમલો કરી અને નાની-મોટી ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 324, 323, 341, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular