Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડ ગામમાં ખેતરમાંથી પાણીની મોટરોની ચોરી

જામનગરના બેડ ગામમાં ખેતરમાંથી પાણીની મોટરોની ચોરી

બે ખેતરમાંથી 24 હજારની મોટર ચોરાઈ : નાની ખાવડીમાં પાંચ હજારના કેબલની ચોરી : છકડા રીક્ષામાં આવેલા તસ્કરોની શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના બેડ ગામમાં નદી કાંઠે આવેલા ખેતરમાં તેમજ નાની ખાવડી ગામના ખેતરમાંથી પાણીની બે મોટરો અને કેબલ વાયર મળી કુલ 29 હજારની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતાં દેવાભાઈ મોઢવાડિયા નામના ખેડૂત યુવાનની બેડ ગામની નદીના કાંઠે આવેલા ખેતરમાંથી બે અજાણ્યા તસ્કરો જીજ-12-વી-8121 નંબરની છકડો રીક્ષામાં રૂા.13000 ની કિંમતની પાણીની મોટર ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલી ગોરધનભાઈની વાડીમાંથી રૂા.11000 ની કિંમતની પાણીની મોટર તથા નાની ખાવડીમાં આવેલા કુલદિપસિંહ જાડેજા અને પરાક્રમસિંહ જાડેજાના ખેતરમાંથી રૂા.5000 ની કિંમતના કેબલ વાયર મળી કુલ રૂા.29 હજારનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે દેવાભાઈના નિવેદનના આધારે બે અજાણ્યા રીક્ષામાં આવેલા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular