Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરધ્રોલના એટીએમમાં વૃદ્ધના ખીસ્સામાંથી રોકડ ચોરીમાં તસ્કર ત્રિપુટી ઝબ્બે

ધ્રોલના એટીએમમાં વૃદ્ધના ખીસ્સામાંથી રોકડ ચોરીમાં તસ્કર ત્રિપુટી ઝબ્બે

રૂા.50 હજારની રોકડ ચોરી : મહિલા સહિત ત્રણ તસ્કરોને ઝડપી લેતું એલસીબી : રૂા.95100 ની રોકડ કબ્જે : ધ્રોલ તથા ખંભાળિયામાં નોંધાયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

ધ્રોલ ગામમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયેલા પ્રૌઢના ખીસ્સામાંથી રૂા.50 હજારની રોકડની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે બાવરી ત્રીપુટીને ઝડપી લઇ રૂા.95,100 ની રોકડ રકમ કબ્જે કરી બે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના માનસર ગામમાં રહેતાં પ્રેમજીભાઈ રામોલિયા નામના પ્રૌઢ ગત તા. 24 ના માર્ચના રોજ ધ્રોલમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી એટીએમમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયા હતાં તે સમયે અજાણ્યા તસ્કરે નઝર ચૂકવી ખીસ્સામાં રહેલી રૂા.50 હજારની રોકડની ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન મળેલી બાતમી મુજબની તસ્કર ત્રિપુટી દિગ્જામ સર્કલથી ખોડિયાર કોલોની મેર સમાજની વાડી તરફ આવતી હોય જેથી એલસીબીની ટીમે વિક્રમ કાના બાવરી, રામ કાંતિલાલ બાવરી, ચાંદનીબેન ધનરાજ ઉર્ફે ધનિયો વાનખેડા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.95,100 ની રોકડ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા ધ્રોલ તથા જામખંભાળિયામાં ચોરી આચરી હોવાની કેફીયત આપતા એલસીબીએ બે ચોરીનો ભેદ ઉકેલી તસ્કર ત્રિપુટીને ધ્રોલ સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular