Friday, May 29, 2026
Homeરાજ્યજામનગરસાધના કોલોનીમાંથી ૨૨ જુગારીઓ ઝડપાયા, રોકડા અને મોબાઈલ સહિત રૂ. ૨.૧૧ લાખનો...

સાધના કોલોનીમાંથી ૨૨ જુગારીઓ ઝડપાયા, રોકડા અને મોબાઈલ સહિત રૂ. ૨.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત – VIDEO

જામનગરમાં જુગારના મોટા અખાડા પર પોલીસનો દરોડો

જામનગર શહેરમાં જાહેરમાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. સાધના કોલોની વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા આવાસમાં ચાલતા જુગારના મોટા અખાડા પર પોલીસે દરોડો પાડી કુલ ૨૨ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા સહિત કુલ રૂ. ૨,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડકાઈથી દબાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાની સૂચનાથી સર્વેલન્સ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા અને હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ટેમુભા જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે સાધના કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા આવાસની ‘એ’ વિંગના રૂમ નંબર ૦૦૮માં રહેતો અનવર વલીમામદ ગોધાવીયા પોતાના આર્થિક લાભ માટે બહારથી લોકોને બોલાવી ઘોડી પાસા વડે હાર-જીતનો જુગાર રમાડે છે.

- Advertisement -

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રૂમમાં ઘૂસી જતા અંદર જુગાર રમતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જોકે પોલીસે ચારે તરફથી ઘેરાબંધી કરી કુલ ૨૨ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આરોપીઓમાં અનવર વલીમામદ ગોધાવીયા, મહેબુબ સતારભાઈ ચુડાસમા, અબ્દુલ વલીમામદ ગોધાવીયા, જાકીરભાઈ હુશેનભાઈ ગોધાવીયા, રફીકભાઈ યુનુસભાઈ ગોધાવીયા, આરીફભાઈ યુનુસભાઈ ગોધાવીયા, તોસીફ ગફારભાઈ પીઠડીયા, સતારભાઈ અલ્લારખાભાઈ આંબલીયા, જાવીદભાઈ જુસબભાઈ આંબલિયા, સકીલ ઇકબાલભાઈ આંબલીયા, જાહીદભાઈ ઉમરભાઈ ગોધાવીયા, અવેશભાઈ ફારૂકભાઈ ઓડીયા, અનીશભાઈ ઇકબાલભાઈ આંબલીયા, સમીરભાઈ યુસુફભાઈ રીંગણીયા, સાજીદભાઈ યુનુસભાઈ ગોધાવીયા, મોહસીન અલીભાઈ શેખ, મોયનુદિન હુશેનભાઈ આંબલીયા, ઇકબાલભાઈ ઉમરભાઈ ગોધાવીયા, અદનાન રફીકભાઈ ઓડીયા, મહેબુબ હનીફભાઈ ડાકોરા, અલ્તાફભાઈ સતારભાઈ આંબલીયા અને નદીમભાઈ વલીમામદભાઈ આંબલીયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૮૭,૫૦૦ની રોકડ રકમ, ૨૦ મોબાઈલ ફોન તથા જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ૨ ઘોડી પાસા મળી કુલ રૂ. ૨,૧૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણીએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે સબ ઇન્સ્પેક્ટર એલ. બી. જાડેજાએ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સફળ ઓપરેશનમાં એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા, મહીપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિજયભાઈ કાનાણી, વિપુલભાઈ સોનગરા, હરપાલસિંહ પરમાર, મહેશભાઈ મોરી, સુનીલભાઈ ડેર, યોગેન્દ્રસિંહ સોઢા, શૈલેષભાઈ ઠાકરીયા, હિતેશભાઈ સાગઠીયા તેમજ કોન્સ્ટેબલ ઋષિરાજસિંહ જાડેજા, કિશોરભાઈ ગાગીયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, દિવ્યરાજસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular