Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પટેલ કોલોની નજીકથી મોરટકારમાંથી 108 નંગ દારૂની બોટલ ઝડપાઇ

જામનગરના પટેલ કોલોની નજીકથી મોરટકારમાંથી 108 નંગ દારૂની બોટલ ઝડપાઇ

દારૂની બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂા. 4,43,200નો મુદામાલ કબજે કરતી એલસીબી : આરોપીની શોધખોળ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7 પાસેથી એલસીબી પોલીસે 108 નંગ દારૂની બોટલ મોટરકારમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી હાજર મળી આવ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં. 7 ભવાની ડેરી પાસેથી એલસીબી સ્ટાફના હરદીપભાઇ ધાંધલ, હરદીપભાઇ બારડ તથા ઋષિરાજસિંહ વાળાને મોટરકારમાં દારૂનો જથ્થો હોવાની મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ બી.એન. ચૌધરીના માગર્દશન મુજબ
પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન તેજસસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાના કબજાની જી.જે.-3 ડીએન-8056 નંબરની મોટરકારમાંથી રૂા. 43,200ની કિંમતની 108 નંગ દારૂની બોટલો ઝડપી લઇ રૂા. 4 લાખની કિંમતની મોટરકાર તથા દારૂના જથ્થા સહિત કુલ રૂા.4,43,200ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઇડ દરમ્યાન આરોપી મળી આવેલ ન હોય તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular