જામનગર શહેર-જિલ્લામાં પ્રાચીન ગરબીઓમાં રાસગરબાની રમઝટ ચાલી રહી છે. નવરાત્રિ દરમ્યાન બાળાઓ અને યુવાનો અવનવા રાસ ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યાં છે. પરંપરાગત ગરબા સાથે અનોખા વેશભૂષાના પ્રયોગો સાથેના રાસગરબા લોકોમાં આકર્ષણ જગાવી રહ્યાં છે. જામનગર શહેરના શાક માર્કેટ, ભોઇવાડા વિસ્તારમાં આવેલી અંબિકા ગરબીમાં નવરાત્રિ દરમ્યાન યુવકો અને બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. અહીં દરરોજ અવનવા રાસ પ્રસ્તૂત કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને સૈનિકોના વસ્ત્રો ધારણ કરી કલાકૃતિ પ્રસ્તૂત કરતાં યુવાનોએ સૌનું ધ્યાન ખેચ્યું હતું. આ ઉપરાંત એક યુવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક પહેરી રાસ રમતો જોવા મળ્યો હતો. યુવકોની સાથે નાની બાળાઓ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે રાસગરબે રમતી જોવા મળી હતી. રાધાકૃષ્ણ સહિતના અવનવાર રાસ જોવા મળ્યા હતા.
View this post on Instagram


