Saturday, October 3, 2026
Homeરાજ્યજામનગરખાતરની બોરી સિલાઇ કરતા વીજશોક લાગતા યુવાનનું મોત

ખાતરની બોરી સિલાઇ કરતા વીજશોક લાગતા યુવાનનું મોત

જામનગર શહેરના બેડી થરી વિસ્તારમાં રહેતો યુવાન ખાતરની બોરીનું સિલાઇ કામ કરતો હતો ત્યારે વીજશોક લાગતા બેશુઘ્ધ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડી થરી વિસ્તારમાં આદમ ચોક પાસે રહેતા ઓસમાણ ગની આદમભાઇ બુચડ (ઉ.વ.42) નામનો યુવાન ગઇકાલે વહેલી સવારના સમયે ઇલેકટ્રીક સિલાઇ મીશન ઉપર ખાતરની બોરીની સિલાઇ કરતો હતો ત્યારે મશીનની ચેઇન ઉતરી જતાં ચડાવતા સમયે વીજશોક લાગતા મશીનમાં ચોટી ગયો હતો તે દરમિયાન બાજુમાં રહેલા અન્ય શ્રમિકે ઓસમાણ ગનીને કપડાના ફારીયા વડે ખેંચીને છુટો પાડયો હતો. ત્યારબાદ બેશુઘ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે હાજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular