Saturday, October 3, 2026
Homeરાજ્યજામનગરપ્રેમલગ્નનો ખાર રાખી બનેવીને ગાળો કાઢી ધમકી આપતો સાળો

પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીને ગાળો કાઢી ધમકી આપતો સાળો

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા યુવાને ત્રણ માસ પહેલા પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી તેના જ સાળાએ પ્રેમ લગ્ન પસંદ ન હોય તે બાબતનો ખાર રાખી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં સાંઇબાબાના મંદિરની પાછળ રહેતા ડ્રાઇવીંગ કરતા પાર્થ રાજેશભાઇ સોલંકી (ઉ.વ.25) નામના યુવાને ત્રણ માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. જે યુવતિના ભાઇને પસંદ ન હોવાથી લગ્ન બાદ બનેવીને માર પણ માર્યો હતો. ત્યારબાદ ગુરૂવારે બપોરના સમયે પાર્થ તેના ઘર પાસે હતો ત્યારે તેના જ સગા સાળા મયુરસિંહ સજુભાઇએ આવીને પાર્થને જેમફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ આર.બી. ઠાકોર તથા સ્ટાફે પાર્થના નિવેદનના આધારે તેના સાળા મયુરસિંહ વિરૂઘ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular