જામનગર શહેરના સેટેલાઇટ પાર્કમાં રહેતા ગેરેજ સંચાલકને લોન આપવાના બહાને વિશ્વાસમાં લઇ રૂા.1,22,348ની રકમની છેતરપીંડી કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં શેરી નં.એચઆરમાં 85/19માં રહેતા અને ગેરેજ ચલાવતા કેતનભાઇ રમણીકભાઇ સાવલીયા (ઉ.વ.38) નામના યુવાનને ધની ફાઇનાન્સના નામની ખોટી ઓળખ આપી લોન આપવાના બહાને મો.નં.8288311076 અને 6371840536 નંબર પરથી કેતનને વિશ્વાસમાં લઇ પ્રોસેસીંગ ફી, વિમો, જીએસટી અને લેઇટ ફીના રૂપિયા મળી કટકે-કટકે રૂા.1,22,348ની રકમ ઓનલાઇન પડાવી લઇ છેતરપીંડી આચરી હતી. આ બનાવ અંગે કેતનભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ વી.એમ. ડોડીયા તથા સ્ટાફે મોબાઇલ નંબરના આધારે છેતરપીંડીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


