Friday, September 25, 2026
Homeરાજ્યહાલારદ્વારકા નજીક રૂપિયા સવા લાખના કોપર વાયરની ચોરી

દ્વારકા નજીક રૂપિયા સવા લાખના કોપર વાયરની ચોરી

દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર બરડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળામાં સુઝલોન કંપનીના અલગ અલગ પવનચક્કીઓના જનરેટર સેટમાં રાખવામાં આવેલો આશરે 50 મીટરનો અર્થીંગ કોપર વાયર ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -

આ પ્રકરણ સંદર્ભે મૂળ જામનગરના રહીશ અને સુઝલોન કંપનીના સિક્યુરિટી પેટ્રોલિંગ કોન્ટ્રાક્ટર કિરણભાઈ રાણાભાઈ નંદાણીયા (ઉ.વ.52) દ્વારા રૂ. 1,20,000 ની કિંમતનો આશરે 100 કિલોગ્રામ જેટલો કોપર વાયર ચોરી થવા સબબ અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular