Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયવર્લ્ડ કેન્સર ડે:  ભારતમાં સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં, વિશ્વમાં દર 6 માંથી...

વર્લ્ડ કેન્સર ડે:  ભારતમાં સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં, વિશ્વમાં દર 6 માંથી એક વ્યક્તિનું કેન્સરથી મોત થાય છે

- Advertisement -

વિશ્વભરમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2018માં વિશ્વભરમાં 96 લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. જો ભારતની વાત કરવામાં આવે તો દેશમાં સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. કારણકે સૌરાષ્ટ્રના લોકો પહેલા થી જ પાન માવા ખાવાના શોખીન છે. જેના લીધે 40થી50 વર્ષની ઉંમરમાં જ વ્યસનીઓ કેન્સરનો ભોગ બને છે. દિવસે દિવસે મહિલાઓ પણ વ્યસનીઓ બનતી જાય છે.

- Advertisement -

સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકોને મો અને ગળાનું કેન્સર થાય છે.  મોં અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે. કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વર્ષો નીકળી ગયાં હોય છે. કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય જાય છે, જેને ડિટેક્ટ કરવાની તાકાત ધરાવતા મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ ડિટેક્ટ કરી શકાતા નથી. વળી, ભારતમાં લોકો કેન્સર પેશન્ટ હોવાનું સ્વીકારતા પણ નથી. વિશ્વભરમાં દર 6 માંથી એક વ્યક્તિનું કેન્સરના લીધે મૃત્યુ થાય છે. ભારતમાં કેન્સરના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં છે.

લોકોની જાગૃતતાના કારણે પહેલા સ્ટેજમાં જ કેન્સરની જાણ થઇ જાય છે. જોકે કેન્સર સામે જાગુતતા જ તેને માત આપવામાં સૌથી અસરકારક હથિયાર સાબિત થાય છે કેન્દ્ર સરકાર દ્વારા કેન્સરની સસ્તી સારવાર માટે કેટલાક જરૂરી પગલાં લઈને દેશ-વિદેશમાં લગભગ 170 હોસ્પિટલોનું જૂથ બનાવીને નેશનલ કેન્સર ગ્રીડબનાવવામાં આવી હતી, જે કેન્સરના દર્દીઓને કેન્સર નિષ્ણાતોની સલાહ અને સારવાર પદ્ધતિઓ પૂરી પાડવા માટે મદદ કરી રહી છે. દર્દીને કેન્સરમુક્ત કરવા ઘણા સંશોધનો થયા હોવાથી હવે કેન્સરને પણ હરાવી શકાય છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular