Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગર-પોરબંદર સહિત પાંચ જિલ્લાના જમીન વિકાસ નિગમના કામદારોને છૂટાં કરવામાં આવ્યા

જામનગર-પોરબંદર સહિત પાંચ જિલ્લાના જમીન વિકાસ નિગમના કામદારોને છૂટાં કરવામાં આવ્યા

- Advertisement -

પોરબંદર સહિત પાંચ જિલ્લાના જમીન વિકાસ નિગમ લી. એ પાર્ટટાઇમમાં ફરજ બજાવતા કેજયુલ કામદારોને લેખિત ઓર્ડર વગર તા.1-2-2021થી મૌખિક સુચનાથી છૂટા કરેલ છે તેવા કામદારોના પ્રશ્ર્ને ઘટતું કરવા પોરબંદરની માગ છે.

- Advertisement -

ભારતીય મઝદૂર સંઘના મંત્રી પ્રફુલ જોશીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, જામનગરમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ કામદારો કહેવાય પરંતુ પાર્ટટાઇમ કામદારો લેખિત સુચના વગર તેમજ કોઇ જાતના કારણ વગર તા.1-2-2021થી ફરજ ઉપરથી મુકત કરેલ છે.

કામદારોને જે તે જિલ્લાના અધિકારીઓ તેઓને જણાવે છે કે ઉપરથી એટલે કે ગાંધીનગરથી સુચના આવે તો ફરી કામ ઉપર લઇ શકાય તો સરકારના આવા અધિકારીઓનો પ્રત્યુતર વ્યાજબી ગણી શકાય ? તેમજ જમીન વિકાસ નિગમની જૂનાગઢની કચેરીએ તાળું મારી દીધેલ છે અને ઉપર જણાવેલ જે તે જિલ્લાની કચેરીના રેગ્યુલર કામદારોને તો બીજા ડીપાર્ટમેન્ટમાં ફરજ ઉપરસેવામાં મૂકી દીધેલ છે.

- Advertisement -

પાર્ટટાઇમ કામદારોને પણ જે તે બીજા ડીપાર્ટમેન્ટમાં ફરજ ઉપર મૂકી દેવા જોઇએ પરંતુ તેઓને મૌખિક સુચનાથી છુટા કરી દીધેલ છે તેમજ નવાઇ જનક વાત તો એ છે કે, લધુતમ ધારા હેઠળ પગાર આપવાના બદલે ફકત દર માસે 4500 જ પગાર આપવામાં આવે છે આ કયાંનો ન્યાય ગણી શકાય તેમજ એટલો પગાર મળતો હોવા છતાં પણ ફરજ મુકત કરવા બિલકુલ વ્યાજબી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular