Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના લાવડિયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

જામનગરના લાવડિયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

10 દિવસ પૂર્વે તેણીના ઘરે દવા ગટગટાવી : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના લાવડિયા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા મહિલાએ અગમ્યકારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના લાવડિયા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં હેમીબેન ભિખાભાઈ મકવાણા (ઉ.વ.40) નામના મહિલાએ ગત તા.11 ના રોજ સવારના 6 વાગ્યાના અરસામાં તેણીના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ભીખાભાઇ દ્વારા જાણ કરતા હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular