Friday, May 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલા ઉપર સાથે રહેતા પ્રેમીનો હુમલો

જામનગરમાં મહિલા ઉપર સાથે રહેતા પ્રેમીનો હુમલો

ઝઘડો થતાં શખ્સે મહિલા ઉપર પાઇપ વડે કર્યો હુમલો : મહિલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ : માતાનો સંબંધ પસંદ ન હોય પુત્ર સહિતના ત્રણ શખ્સો દ્વારા પ્રેમી ઉપર હુમલો : છરીના છરકા કર્યાં : પ્રેમી દ્વારા ત્રણ શખ્સો વિરૂદ્ધ વળતી ફરિયાદ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી મહિલા સાથે ત્રણ માસથી સંબંધ ધરાવતા શખ્સે ઝઘડો થતાં મહિલાને ગાળો કાઢી પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં મહિલાના પુત્રને તેણીની માતાનો સંબંધ પસંદ ન હોય જેથી ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરીના છરકા મારી રિક્ષામાં તોડફોડ કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નંબર સાતમાં રહેતા કમળાબેન મહેન્દ્રભાઇ ગોરી (ઉ.વ.44) નામના મહિલાને પ્રીતેશ બિપીન ગૌસ્વામી નામના શખ્સ સાથે છેલ્લા બે-ત્રણ માસથી સંબંધ હોય જેથી બન્ને સાથે રહેતાં હતાં. દરમ્યાન ગત્ તા. 25ના રોજ બપોરના સમયે કમળાબેનને પ્રીતેશ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પ્રીતેશે મહિલાને જેમ ફાવે તેમ ગાળો કાઢી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ પ્રીતેશ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

તેમજ પ્રીતેશ અને કમળાબેનનો સંબંધ કમળાબેનના પુત્ર ક્રિષ્નાને પસંદ ન હોય જેથી ગત્રાત્રિના સમયે ક્રિષ્ના મહેન્દ્ર ગોરી, ભલો, પ્રથમ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી કમળાબેનના ઘરે જઇ પ્રીતેશ સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ત્રણેય શખ્સોએ પ્રીતેશને માથામાં તથા કપાળમાં છરીના છરકા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ પ્રીતેશની રિક્ષાના કાચ તોડી નાખી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ પ્રીતેશની ફરિયાદના આધારે કમળાબેનના પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી સામસામી ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular